મોરબી : મોરબી તાલુકાના લખધીરપુર ગામમાં આવેલ સીરામીક ફેક્ટરીમાં શેડ ઉપરથી અકસ્માતે પડતા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. લખધીરપુર ગામમાં ઝેક્ષ સીરામીકમા ગઈકાલે તા. 1ના રોજ આરીફભાઇ અલારખાભાઇ બ્લોચ (ઉ.વ. 23, ધંધો મજુરી, રહે.હાલ રેલ્વે સ્ટેશન પાછળ, ખાડા વિસ્તાર આમદભાઇ ધાચીના મકાનમા, મોરબી, મુળ રહે. ખાના-ખોજાવાળી શેરી, જી. મોરબી) શેડમાં કેચી પતરાનુ કામ કરતા હતા ત્યારે શેડ ઉપરથી અકસ્માતે પતરૂ તુટતા નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આથી, પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર લઇ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાતા ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.