મોરબીના રફાળેશ્વર ગામ પાસે નવી બનતી પેપરમિલની ઓરડીના કામ દરમિયાન બનેલી ઘટના મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ પાસે નવી બનતી પેપરમિલની ઓરડીના કામ દરમિયાન દાદર ઉપરથી ૧૫ ફુટની ઉંચાઇએથી નીચે પડતા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રફાળીયા ગામની પાસે આવેલ સરજુ પેપર મીલની નવી બનતી ઓરડીઓનું કામકાજ ચાલી રહ્યું છે. તે દરમિયાન રફાળીયા ગામ પાસે આવેલ સરજુ પેપરમીલ કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતો ભૈાયાલાલ રામભવન રોહીતદાસ (ઉ.વ.૪૧) નામનો શ્રમિક ગત તા..૨૩ ના રોજ નવી બનતી ઓરડીઓની દાદર ઉપરથી આશરે ૧૦ થી ૧૫ ફુટની ઉંચાઇએથી નીચે પડતા માથાના પાછળના ભાગે ઇજા થતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પીટલ બાદ રાજકોટ સરકારી હોસ્પીટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ગત તા.૨૬ ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પો.હેઙ કોન્સ. એ.એલ.પરમાર ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..