ટંકારાના સરાયા ગામ પાસેની કરુણ ઘટના ટંકારા : ટંકારાના સરાયા ગામ પાસે આવેલ પોલીટેક ફેક્ટરીમાં વિજશોકથી શ્રમિકનું મોત નીપજ્યું હતું. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના સરાયા ગામ પાસે આવેલ સ્લોગન પોલીટેક ફેક્ટરીમાં રહીને મજૂરી કામ કરતો રમેશભાઇ ઠાકોરસીંગ શીંગાળ (ઉ.વ.૨૫) નામનો શ્રમિક ગત તા.૬ ના રોજ સાંજના ચારેક વાગ્યે આ ફેકટરીમાં હતો. ત્યારે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા શરીરે ઇજા થતા પ્રથમ સારવાર અર્થે ટંકારાની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતો. જેની ચાલુ સારવાર દરમ્યાન ગત તા.૯ ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. આ બનાવના કાગળો આવતા ટંકારા પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ ટંકારાના પો.હેડ.કોન્સ. આઇ.ટી.જામ ચલાવી રહ્યા છે.