મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આરજે - 52 - GB - 0031 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે બાઈક નંબર જીજે - 03 - DF - 7115 વાળું લઈને જઈ રહેલા ભીલસિંગ ભવાનસિંહ વસુનિયા રહે. હાલ નાગડાવાસ નામના ખેતમજૂરી કરતા શ્રમિકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા બુધીબેન ને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રેલર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.