મોરબીના લીલાપર રોડ ઉપર બનેલ બનાવ મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર કાળી પાટના નાકા પાસે રહેતા હિનાબેન મહેશભાઈ અગેચણીયા ઉ.૩૦ને સિંચાઇ વિભાગની ઓફીસ નજીક સાપ કરડી જતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમા ખસેડતા ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.