મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ખાતે આવેલ જીઆઇડીસીમા મેટાટેક ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં ગઈકાલે સાંજે ચારેક વાગ્યાના અરસામા ફેક્ટરીનો મેઈન ગેઇટ ખોલવા જતા ચોકીદાર હરિ બહાદુર પાળ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.