મોરબીના સમય ગેઈટ પાસે શ્રમિક પરિવારના ઝૂંપડામાં બનેલી ઘટના મોરબી : મોરબીના સમય ગેઇટ પાસે ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારની બે મહિનાની બાળકી હીચકામાંથી પડી જતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં સમય ગેઇટ પાસે ઝૂંપડામાં રહેતા મૂળ રાજસ્થાની પરિવારની બે મહિનાની રવીના ભાવાભાઇ સોલંકી નામની બાળકી હીચકામાંથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.