ટંકારા : ટંકારાના મીતાણા ગામમાં ફેન્સ પોલીપેક કારખાનાની ઓરડીમાં રહેતા 15 વર્ષીય ઇચ્છારામ રામજી તીવારીનું ગઈકાલે પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને પીએમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.