પીપળી ગામ નજીકની ઘટનામાં મૃતકના ભાઈએ ટ્રેકટરચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સીફોન સીરામીકની સામે ઇટોના ભઠ્ઠામા ટ્રેકટરની હેઠળ કચડાતા તરુણનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ટ્રેકટરચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હર્ષદભાઇ મોહનભાઇ ડામોર (ઉવ. ૨૦ ધંધો છુટક મજુરી રહે હાલે સીફોન સીરામીકની બાજુમા દીલીપભાઇના ઇટ્ટોના ભઠા પાસે કાચી ઓરડીમા પીપળી ગામના બસ સ્ટેશનની સામે મોરબી) એ આરોપી ટ્રેકટર નંબર જી.જે.૮ એ ૬૨૦૦ ના ચાલક દીલીપભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૬ ના રોજ સવારના સાડા અગીયારેક વાગ્યાના અરશામા ફરીયાદીના ભાઇ વિજય (ઉ.વ.૧૭) વાળો પીપળી ગામની સીમ સીફોન સીરામીક સામે ઇટોના ભઠામા ટ્રેકટર નંબર જી.જે.૮ એ ૬૨૦૦ ના પાછળ જોડેલ મીલરની બાજુમા કામ કરતો હતો. દરમ્યાન આ કામેના આરોપી ટ્રેકટરચાલક દીલીપભાઇએ પોતાના હવાલા વાળુ ટ્રેકટર પુરઝડપે અને બેફીકરાયથી અને ગફલતભરી રીતે ચલાવી પોતાના ટ્રેકટર પાછળ જોડેલ મીલરના પાછળના ટાયરમા ફરીયાદીના ભાઇ વિજયને હડફેટે લેતા તેના શરીર ઉપર પાછળનુ ટાયર ફરી વળતા મીલરના પાછળના ટાયર નીચે દબાઇ જતા શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી મોરબી તાલુકા પો.સ્ટે.ના એ.એસ.આઇ. જે.પી.કણસાગરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.