મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલ પ્રસુતાનું સારવાર દરમિયાન મોત નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા નાગડાવાસ ગામના જોશનાબેન ઉર્ફે જ્યોત્સનાબેન અમુભાઇ છૈયા, ઉ.37 નામના મહિલાને પ્રસવપીડા ઉપડતા શનાળા રોડ ઉપર આવેલ કલરવ નામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા પ્રસુતિ દરમ્યાન જ્યોત્સનાબેનનું મૃત્યુ નીપજ્યું હોવાનું હોસ્પિટલના તબીબ ડો. જયેશ પનારાએ જાહેર કરતા સીટી એ ડિવિઝન પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..