મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર હરિગુણ સોસાયટીમાં પાંચમા માળે કામ કરી રહેલા શ્રમિક સાથે રહેલ તેમનો પુત્ર દશરથભાઈ રમણભાઈ હીંમતભાઈ બારીયા આંટા મારતા મારતા ઉપરથી પગ લપસી જતા નીચે પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.