મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા થાનના કાકા-ભત્રીજાને લાલપર નજીક અજાણ્યા ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા કાકાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે ભત્રીજાને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.12ના રોજ બાઈક લઈને જઈ રહેલા થાનના રહેવાસી દેવજીભાઇ મથુરભાઇ જાદવ તેમજ તેમના કાકા ભુપતભાઇ વજાભાઇ જાદવને લાલપર નજીક અજાણ્યા ટ્રક ટ્રેઇલર ચાલકે પાછળથી ઠોકર મારતા ભુપતભાઇ વજાભાઇ જાદવ ઉપરથી ટ્રેઇલરનું તોતિંગ ટાયર ફરી વળતા ભૂપતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જયારે દેવજીભાઇ મથુરભાઇ જાદવને ઈજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.