વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર રોડ ઉપર આવેલા ભેરડા ગામ પાસે ધુસાભાઇ જેસીંગભાઇ ભડાણીયા રહે. સુંદરીભવાની તા. હળવદ મોટર સાયકલ લઈને જઇ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ પાછળ બેઠેલા કેશવજીભાઈ સરવૈયા રહે.ખાનપર, તા.વાંકાનેર વાળા પડી જતા માથામાં હેમરેજ થઈ ગયું હતું. અને સારવાર દરમીયાન મોત નિપજતા તેમના પુત્ર પ્રવીણભાઇ કેશવજીભાઇ સરવૈયાએ આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..