કન્યા છાત્રાલય રોડ ઉપર ધર્મવીર સોસાયટીમાં બનેલો બનાવમોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ધર્મવીર સોસાયટીમાં ફ્લેટના પાંચમા માળે સાફસફાઈ કરતી વખતે શારીરિક સંતુલન ગુમવતા મહિલા પાંચમા માળેથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર ધર્મવીર સોસાયટીમાં તુલસી ટ્વીન્સ ફ્લેટમા રહેતા શારદાબેન પ્રકાશભાઈ મારવાણિયા ઉ.45 નામના પરિણીતા ફેલટના પાંચમા માળે સાફ સફાઈ કરતા હતા ત્યારે વખતે શારીરિક સંતુલન ગુમવતા પાંચમા માળેથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.