ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અનિતાબેન ગોવિંદભાઇ પીપળાજ ઉ.32 નામના પરિણીતાએ ગત તા.13 ના રોજ પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ પડધરી સારવાર માટે ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ગઈકાલે તા.17ના રોજ મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.