મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ એકોર્ડ પ્લસ સિરામિક ફેકટરીમાં પતરા ઉપર કામ કરતી વેળાએ ઉતરપ્રદેશનો વતની રામસુરત રાજકુમાર ગૌતમ ઉ.31 નામનો શ્રમિક નીચે પટકાતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.