મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામમાં એક મજુર ચોથા માળેથી પડતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. નીચી માંડલ ગામમાં સેગા સીરામીકની મજુર કોલોનીમાં રહેતા વિવેકકુમાર હરીરામ (ઉ.વ. 24) ગઈકાલે તા. 17ના રોજ કોલોનીમાં અજાણ્યા કારણોસર ચોથા માળેથી પડી ગયા હતા. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.