મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ વોલેન્ટો સિરામિક કારખાનામાં માટી ખાતામાં સ્લરીના કૂવામાં માટી સાફ કરવા ઉતરેલા મૂળ મધ્યપ્રદેશના વતની વેલ્સર ઇન્દ્રસિંઘ અજનાર નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નિપજયુ હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.