મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં બલુભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા વિનુભાઈ જયંતીભાઈ નાયક ઉ.30 નામનો યુવાન વાડીના કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.