મોરબી : મોરબીમાં વીજપોલમાંથી કરંટ લાગતો હોવાના કારણે અનેક લોકો તેમજ પશુઓને શોર્ટ લાગ્યા હોવાના બનાવો અવાર નવાર સામે આવી રહ્યા છે. ત્યારે આજે સાંજના અરસામાં પણ આવી જ રીતે તંત્રની ગંભીર બેદરકારિના કારણે શોર્ટ લાગતા એક બાળકિનો ભોગ લેવાયો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં વરસાદની સીઝનમાં વિજપોલમાં વિજપ્રવાહ પસાર થતો હોવાથી મોટું જોખમ તોળાતું હોય છે. ભુતકાળમાં તંત્રની ગંભીર બેદરકારીના કારણે વિજપોલમાથી શોર્ટ લાગ્યો હોવાના અનેક બનાવો બન્યા છે. તેમ છતાં નિર્ભર તંત્રએ કોઈ પગલાં ન લેતા એક માસુમ માનવ જિંદગીનો ભોગ લેવાયો છે. જેમાં આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિશિપરામાં કુલિનગરના નાકે ખુલ્લા સ્ટેશનમા વિજપોલને અડકી જવાથી રીયા સંજયભાઈ ટીલાવત કોળી (ઉ.વ.7) રહે. ધરમપુર નામની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ છે.