ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની આરતીબેન શુકમભાઈ રાઠોડ નામની પાંચ વર્ષની બાળકી વાડીમાં કુદરતી હાજતે ગઈ હતી ત્યારે ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.