મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના વતની સરતાનભાઈ ચોકલાભાઈ નાયક ઉ.21 નામના યુવાને ત્રણેક દિવસ પૂર્વે ઝેરી દવા પી લેતા સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.