મોરબીના બેલા (રંગપર) ગામની સિમમા આવેલ વાડીએ બનેલી ઘટના મોરબી : મોરબીના બેલા (રંગપર)ગામની સિમમા આવેલ વાડીએ ઝેરી દવા પી લેનાર શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા-રંગપર ગામે રહીને ખેતીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સેતાનભાઈ બાબુભાઈ મોહનીયા (ઉ.વ.૩૫) નામના શ્રમિકે ગત તારીખ ૨૬ ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યા પહેલા બેલા (રંગપર) ગામની સિમમા આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેમને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ ત્યાથી વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલમા ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમીયાન ગત તા.૨૭ ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પો.હેઙ કોન્સ. એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..