અકસ્માતમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હળવદ : માળીયા હળવદ હાઇવે ઉપર નવા ધનાળા ગામના પાટીયાથી આગળ મિનિટ્રક આગળ જતાં ટ્રેલરના ઠાઠામાં ઘુસી જતા આ અકસ્માતના બનાવમાં ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ માળીયા હાઇવે ઉપર નવા ધનાળા ગામના પાટીયાથી આગળ કચ્છના જીજે12-ay-7859ના ચાલક મહેશભાઇ મહાવિરભાઇ વિશ્વકર્માએ પોતાનું મહિન્દ્રા જીનીઓ બેફિકરાઈથી ચલાવી આગળ જતાં અજાણ્યા ટ્રેલરના ઠાઠામાં ભટકાડતા ચાલક મહેશભાઇ મહાવિરભાઇ વિશ્વકર્માનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ગાંધીધામ કચ્છ રહેતા ફરિયાદી મોહરસિંઘ બિહારીલાલ અહિરપાલ અને અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા મૃતક મિનિટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..