હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામે આવેલ નકલંક ધામ મંદિરની જગ્યામા દર્શને આવેલ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના રહેવાસી નીખાલસભાઇ હમીરભાઇ સોલંકી ઉ.52 નામના આધેડને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.