મોરબી : મોરબી તાલુકાના સાદુળકા ગામે રમતા રમતા પડી જતા હસનેન રહીમભાઈ સુમરા ઉ.4 નામના બાળકનું માથામાં ઇજાઓ પહોચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ચાલુ સારવારે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.