મોરબી : મોરબીના રંગપર રોડ ઉપર આવેલી સિરામીક ફેકટરીના માટી ખાતામાં રિવર્સમાં આવતા લોડર હડફેટે આવી જતા 11 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર રોડ ઉપર આવેલ મોરલ સિરામીક ફેકટરીના માટી ખાતામાં લોડર રજી.નં. GJ-36-S-2828ના ચાલક અનિરૂધ્ધભાઇ ઉર્ફે અનીલભાઇ ડાયાલાલભાઇ ઓડીયાએ પુર ઝડપે બેફક્રાઇથી રિવર્સમાં ચલાવતા કરણ નામના 11 વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતક કરણના પિતા ભાયલાલભાઇ લાલસીંગભાઇ કનોજે (ઉ.વ ૩૫, રહે-હાલ રંગપર ગામની સીમ, મોરલ સીરામીક લેબર કવાટર, મુળ રહે. ગામ જોપાલી, તા-સેલવા, જી-બળવાની, રાજય-મધ્યપ્રદેશ) એ લોડર ચાલક અનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલક વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ. વી. એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..