ગંભીર ઇજાગ્રસ્ત બાળકનું રાજકોટ સારવારમાં મોત મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે 5 માસના બાળકનું હિંચકામાંથી પડી ગયા બાદ રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નીચી માંડલ ગામમાં વીનુભાઈની વાડીએ રહેતા રાકેશભાઈ અવાલેના 5 માસના પુત્ર દેવરાજ ગત તા. 24 એપ્રિલના રોજ રાત્રીના 8 વાગ્યે વાડીએ હીચકામાંથી કોઈ કારણસર પડી જતા શરીરે ઈજા થઇ હતી. તેને પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ રાજકોટની ખાનગી ચિલ્ડ્રેન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં તેનું તા. 25ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.