મોરબી : મોરબી તાલુકાના આંદારણા ગામની સીમમાં સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રમતા-રમતા સીડી ઉપરથી પટકાયેલા પાંચ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આંદારણા ગામની સીમમાં આવેલ સોનેક્સ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રામસ્વરૂપ આદીવાસીનો પાંચ વર્ષનો પુત્ર કરણ રામસ્વરૂપ આદીવાસી ઉ.5 લેબર કવાટરની સીડી નજીક રમતો હતો ત્યારે સીડીના પગથીયા ઉપરથી નીચે પડી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.