હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે નીલેશભાઈ અબારામભાઈ પટેલની વાડીએ રહી મજૂરી કામ કરતા છોટા ઉદેપુર જિલ્લાના વતની દાદુભાઈ વેસ્તાભાઇ રાઠવાના પુત્ર કિરણ દાદુભાઈ રાઠવા ઉ.6ને પગમાં સાપે દંસ દેતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.