હળવદ : હળવદમાં ગઈકાલે વહેલી સવારથી ચાલુ થયેલો વરસાદ દિવસ દરમિયાન પોણા ત્રણ ઇંચ જેટલો નોંધાયો છે ત્યારે તાલુકાના ચૂંપણી ગામે વીજળી પડવાથી એક ભેંસનું મોત નિપજયું હોવાનો બનાવ પણ સામે આવ્યો છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવામાં ગઈકાલે બપોરના વરસાદની સાથે ચૂંપણી ગામે રહેતા શામજીભાઈ જેમાભાઈ કારેલીયાની વાડીએ લીંમડી નીચે બાંધેલી ભેંસ પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ચરાડવા પશુ દવાખાનાના ડોક્ટર હરેશભાઈ ભોરણીયાને કરાતા તેઓ ટીમ સાથે ચૂંપણી ગામે દોડી ગયા હતા અને મૃત ભેંસનું પીએમ કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..