હળવદના ડુંગરપુર ગામની ઘટના હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદની સાથે ડુંગરપુર ગામની સીમ વિસ્તારમાં વાડીએ વીજળી પડવાથી ભેંસનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. લાંબા વિરામ બાદ હળવદ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વીજળીના કડાકા-ભડાકા સાથે પવન અને વરસાદ એક સાથે આવ્યા હતા તેવામાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા કાળુભાઈ સોમાભાઈ દલસાણીયાની વાડીએ બાંધેલ ભેંસ પર વીજળી પડતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..