હળવદ : હળવદના વિનોબા ભાવે ગ્રાઉન્ડ નજીક સુપર કેરી મીની ટ્રકની સાઈડ કાપવા જતા મીની ટ્રક ચાલકે કાવું મારતા અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન હળવદ શહેરના વિનોબા ભાવે ગ્રાઉન્ડ નજીક બાઈક લઈને પસાર થઈ રહેલા સુરેશભાઈ મોહનભાઇ શિહોરા જીજે - 36 - N - 2114 નંબરના સુપર કેરી વાહનની સાઈડ કાપવા જતા સુપર કેરીના ચાલકે કાવું મારતા બાઈક ચાલક સુરેશભાઇ પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ મનોજભાઈ શિહોરાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.