વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક આવેલી સિરામીક ફેકટરીમાં બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક આવેલી સિરામીક ફેકટરીના માટી ખાતામાં કામ કરતી મહિલાનો એકાદ મહિના પહેલા પગ લપસી જતા વાંકાનેર, જામનગર અમે અમદાવાદ ખાતે લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જેતપરડા નજીક આવેલ મલ્ટી સ્ટોન સિરામીક ફેકટરીના માટી ખાતામાં પાવડરની બોરી કાપવાનું કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના માંડાખેડા ગામના વતની સારીકા હાબુભાઇ અન્ના કેરાડે ઉ.32નો પગ લપસી જતા બેભાન હાલતમાં પ્રથમ વાંકાનેર બાદ, જામનગર અને ત્યાંથી અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા. 2જુનના રોજ મૃત જાહેર કરતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.