હળવદના શંકરપરા વિસ્તારમાં બનેલી ઘટનાથી પરિવારમાં અરેરાટી હળવદ : હળવદના શંકરપરા વિસ્તારમાં બાળકના સતત રુદનથી કંટાળી માતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ઝેરી દવા પી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હળવદના શંકરપરા વિસ્તારમાં રહેતી મનીષાબેન અશ્વિનભાઇ કણઝરીયા ઉવ ૨૫ નામની પરિણીતાએ ગઈકાલે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેણે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે, તેમનો દિકરો મીત ઉવ આ દોઢ વર્ષ વાળો અવારનવાર રડતો હોય અને ભોગબનનારને કામકાજમાં કનડગત કરતો હોય જેથી ભોગબનનારે કંટાળીને પોતાની જાતેથી ઝેરી દવા પી ગઈ હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઝેરી દવા પી લેનાર મનીષાબેન અશ્વીનભાઇ કણજરીયાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવનો નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.