મોરબી : મોરબીમાં દાઝી ગયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની સુપર ટોકીજ પાછળ આવેલ કુંભાર શેરીમાં રહેતા માણેકબેન મોહનભાઇ પ્રજાપતી (ઉ.વ. 75) નામના વૃદ્ધા ગઈકાલે તા.10 ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે પોતાની મેળે શરીરે કેરોશીન છાંટી દાઝી જતા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.