ટંકારાના નાના ખીજડિયા ગામનો બનાવ ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે યુવાનની સતત વધતી ઉંમર વચ્ચે સગાઈ, લગ્ન થતા ન હોય ચિંતિત બની ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે રહેતા દિપકભાઇ રમેશભાઇ રાણાવા નામના યુવાનની સતત વધતી ઉંમર વચ્ચે સગાઈ, લગ્ન થતા ન હોવાથી ચિંતિત બનેલા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.