મોરબી : લોકડાઉનમાં માત્ર આવશ્યક સેવા સિવાય તમામ ધંધા રોજગાર બંધ છે. ત્યારે લોકડાઉનમાં ફૂલોની સુગંધ મુરજાઈ છે. જેમાં ફૂલોની બજાર બંધ છે અને ફુલના વેપારીઓ ઘરમાં કેદ છે. ત્યારે મોરબી શહેરમાં એકમાત્ર નરસીભાઈ ડાભી ફૂલોની ખેતી કરે છે. આ ફૂલની ખેતી શહેરની વચ્ચે રવાપર રોડ ઉપર આવેલી છે. તેથી, ફૂલોની સુગંધથી શહેર મધમઘી ઉઠે છે. પણ હાલની પરિસ્થિતિ ફૂલની ડિમાન્ડ જ ન હોવાથી આ ખેડૂતને તેમની ખેતીમાં હજારોની સંખ્યામાં લહેરાતા ગુલાબ સહિતના ફુલોને ફેંકી દેવા પડે તેમ છે. દરરોજ 70 કિલો જેટલા ફૂલો ફેંકી દેવા પડે છે. કારણ કે ફૂલ ન ઉતારે તો છોડ બળી જવાની સંભાવના રહે છે. અત્યાર સુધીમાં 5 હજાર જેટલા ગુલાબના ફૂલોનો વગર ઉપયોગે નાશ કરવો પડ્યો હતો.