ફાયર વિભાગની ટીમની જહેમત બાદ નદીમાંથી મૃતદેહ મળ્યો, મૃતદેહને પીએમ અર્થે ખસેડાયોમોરબી : મોરબીમાં જુના આરટીઓ પાસે અજાણ્યા રીક્ષા ચાલકે ગઈકાલે મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું. ફાયર વિભાગે આ રીક્ષા ચાલકની શોધખોળ હાથ ધરતા આજે સવારે તેનો મૃતદેહ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં જુના આરટીઓ પાસે મચ્છુ-3ના પુલ ઉપરથી ગઈકાલે સવારે કોઇ અજાણ્યા રીક્ષા ચાલકે આવી પુલ ઉપરથી નદીમાં છલાંગ લગાવી હતી. ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આ વ્યક્તિની શોધખોળ ચલાવી હતી.મોરબી ફાયર વિભાગની શોધખોળ બાદ આજે સવારે મૃતદેહ મળેલ છે.જે સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલાવેલ છે. આ રીક્ષા ચાલકનું નામ વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ. 32) હોવાનું તથા તે વિજયનગર, રોહીદાસ પરા પાછળ, અમરેલી રોડ, મોરબી ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે.