મોરબી : મોરબી શહેરના છત્રાલય રોડ ઉપર વિજયનગરમાં રહેતા રવિભાઈ કુંવરજીભાઇ ગોધરીયા ઉ.35 નામના આશાસ્પદ યુવાનનો મૃતદેહ મોરબીના મચ્છુ -3 ડેમમાંથી મળી આવતા ચકચાર જાગી છે, બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે અંગે સમગ્ર સત્ય ઉજાગર કરવા હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.