મોરબી : મોરબીના બંધુનગર ગામ પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હોવાની ઘટના સામે આવી છે.આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તપાસની ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મોરબી બંધુનગર ગામ પાસે પેટ્રોલ પમ્પ બાજુમાં આવેલ એપલ નામની ફેકટરીના ગેટ પાસે એક 40 વર્ષના વ્યક્તિની લાશ મળી છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ આ વ્યક્તિ કોણ છે અને કઈ રીતે તેનું મોત થયું છે તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડયો છે.