મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સાંજે ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલ વરસાદ મુજબ મોરબીમાં 16 મિમી એટલે કે પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે માળિયામાં 10 મિમી અને ટંકારામાં 6 મિમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આજે ટંકારા પંથકમાં કમોસમી વરસાદ સાથે ભારે પવનને કારણે મોટાપ્રમાણમાં નુકસાની સર્જાઈ છે.