ટંકારા અને માળિયામાં પણ અડધો ઇંચ, મોરબીમાં ઝાપટું મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ જામ્યું હતું. જેમાં વાંકાનેરમાં આજે મેઘમહેર જોવા મળી હતી. મેઘરાજાએ હેતરૂપી બે ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં વરસાવ્યો હતો. જ્યારે ટંકારા અને માળિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લામાં અસહ્ય બફારા દરમિયાન આજે સાંજના અરસામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. સાંજે 4 થી 6 દરમિયાન બે કલાકમાં વાંકાનેરમાં 46 મિમી એટલે કે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા. વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે ટંકારામાં 12 મિમી અને માળિયામાં 13 મિમી વરસાદ પડ્યો હતો. મોરબીમાં માત્ર 2 મિમી વરસાદ પડ્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..