( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબી જીલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ.) એસ.એમ. ખટાણાને તરૂણ હેર સલુન દ્વારા વિદાયમાન આપવામા આવ્યુ હતું. સાથે તેઓને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. મોરબી જીલ્લામા છેલ્લા ૨ વર્ષથી જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એસ.એમ.ખટાણા તાજેતરમા વયનિવૃત થયા છે.શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ગોપાલ સોસાયટી ખાતે આવેલ તરૂણ હેર સલુન ની તેઓ નિયમિત મુલાકાત લેતા હોય આ સલૂનના સંચાલકો સાથે તેઓ ઘરોબો ધરાવતા થઈ ગયા હતા. જેથી તરૂણ હેર સલુનના સંચાલક તરૂણભાઈ વાઘેલા તથા મનોજભાઈ વાઘેલાએ ફુલહાર અર્પણ કરી તેઓને ભાવભેર વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે તરૂણ હેર સલૂન સ્ટાઈલિશ હેર કટ માટે જાણીતું છે. અહીં હેર કટની સાથે હેર કલર તેમજ લોરીયલ પ્રોફેશનલ સહિતની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. તો એક વખત અવશ્યપણે તરૂણ હેર કટની મુલાકાત લેવા જેવી છે.