મોરબી જિલ્લામાં ગ્રામપંચાયતોમાં 23.82 કરોડની વેરા વસુલાત બાકી : જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ ચીટનીશથી લઈ ક્લાર્ક સુધીના કર્મચારીઓને વેરાવસુલાત માટે કામે લગાડયામોરબી : મોરબી જિલ્લામાં નગરપાલિકાની જેમ જ ગ્રામ પંચાયતો પણ વેરા વસૂલાતમાં નબળી પુરવાર થતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાયબ ચીટનીશથી લઈ ક્લાર્ક સુધીના 31 કર્મચારીઓને અલગ અલગ ગામોમાં વેરાવસુલાતની જવાબદારી સોંપી બાકી નીકળતો 23.82 કરોડનો વેરો વસૂલવા આદેશ કરી 31મી માર્ચ સુધીમાં લક્ષ્યાંક હાંસલ કરવા દોડાવવામાં આવી રહ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ નાણાકીય વર્ષના અંતિમ સમયમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામપંચાયતોમાં વેરા વસુલાતની કામગીરી મોટાપ્રમાણમાં બાકી હોવાના આંકડા જોઈને ચોકી ઉઠ્યા છે.મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકામાં અંદાજે 23.82કરોડની વેરા વસુલાત બાકી હોવાથી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ દ્વારા જિલ્લા પંચાયતના નાયબ ચીટનીશ ચીટનીશ, વિસ્તરણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ ઈજનેર, અને સિનિયર ક્લાર્ક સહિતના 31 કર્મચારીઓને ઉપરોક્ત પાંચેય તાલુકામાં જે જે ગામમાં 10 લાખથી વધુ વેરો બાકી હોય તેવા ગામોની યાદી સોંપી અઠવાડિયામાં બે દિવસ જે તે ગામે કેમ્પ કરીને વસુલાત કરવા આદેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં સૌથી વધુ વેરાવસુલાત મોરબી તાલુકામાં બાકી છે ત્યાર બાદ વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકામાં બાકીની સ્થિતિ વધુ હોવાથી અધિકારી અને કર્મચારીઓને એકથી વધુ ગામના હવાલા સોંપી આગામી 31મી માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સઘન વેરાવસુલાત કરવા અને બાકીના દિવસોમાં તલાટીઓ સાથે સંયોજનમાં રહી બાકી વસુલાત વેગવંતી બનાવવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.બોક્સમોરબીના ક્યાં તાલુકામાં કેટલી વેરા વસુલાત બાકીમોરબી - 105603738 લાખ વાંકાનેર - 54017916 લાખ ટંકારા - 41154527 લાખ હળવદ - 25109264 લાખ માળીયા -12378237 લાખ