મોરબી : તારીખ 19-1-2025ના રોજ ડો. હસ્તીબેન મેહતાના 158માં એક દિવસીય સારવાર કેમ્પનું આયોજન રસીલાબેન લલિતભાઈ રાવલ (બેંગલોર) દ્વારા વનાળીયા ગ્રામ પંચાયત ખાતેનું કરવામાં આવ્યું હતું.જેમાં દરેક દર્દીનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે 40થી વધુ દર્દીનું બ્લડ સુગર તેમજ 45 દર્દીનું બીપી ચેક અપ કરવામાં આવ્યું. આ કેમ્પમાં જયસુખભાઈ ભાલોડિયાદ્વારા વા, સાંધા, ઘૂંટણના 50 જેટલા દર્દીઓને પોઇન્ટની વિશેષ સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સરપંચ અબુભાઈ સુમરા( લૂઢર), રસિકભાઈ ગામી, તેમજ વનાળિયા રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી. તેમજ આ કેમ્પમાં સહાયક રશ્મિન દેસાઈ, નિશા દેસાઇ, કોઠારીભાઈએ સેવા આપી હતી.