14 ડિસેમ્બર : આજે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ભૌતિકશાસ્ત્રનો મુખ્ય સિદ્ધાંત ઊર્જા સંરક્ષણ છે. જે મુજબ કોઇપણ દ્રવ્ય સમુદાયની ઊર્જાનું પ્રમાણ સ્થિર હોય છે. સમુદાયની આંતરિક ક્રિયાઓ દ્વારા આ પ્રમાણ વધવાનું કે ઘટવાનું શક્ય નથી. ઊર્જાનાં અનેક રૂપ હોય છે અને તેનું રૂપાંતરણ થઇ શકે છે, પરંતુ તેમનાં પ્રમાણમાં કોઇ પ્રકારનું પરિવર્તન શક્ય નથી. આથી, રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને બચાવવાનો છે. અશ્મિભૂત ઇંધણ, ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ, વીજળી વગેરે પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે કે જેના દ્વારા જીવન વિતાવવું શક્ય નથી. આ ઊર્જા સ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1991થી 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ઉજવવમાં આવે છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસનો ઉદ્દેશ્ય જીવનના દરેક ક્ષેત્રમાં ઊર્જા સંરક્ષણ જરૂરી છે તેવી માહિતી લોકોને પહોંચાડવાનો છે. ઊર્જાને બચાવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉર્જાના વધુ પડતા વપરાશની જગ્યાએ લોકોને ઉર્જાનો જરૂર મુજબનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિશ્વની વધતી જતી જનસંખ્યાની સાથે ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. સામાન્ય જીવનમાં આપણે ઘણા ઊર્જા સ્રોતોનો ઉપયોગ કરીએ છીએ. વીજળી સામાન્ય જનજીવનની જરૂરિયાત છે. વીજળી વગરનું જીવન આજના લોકો માટે શક્ય નથી. આથી, વીજળીની માંગ વધતી જાય છે. ભારતમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે. અશ્મિભૂત ઇંધણ, ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ, વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગ માટે પૂરતી ઊર્જા ઉત્પન્ન કરે છે પરંતુ તેમની માટે વધતી માંગને કારણે કુદરતી સંસાધનોમાં ભવિષ્યમાં તેની અછત સર્જાઈ શકે છે. ઊર્જા સંરક્ષણ એ એકમાત્ર ઉપાય છે, જેના દ્વારા ભવિષ્યની પેઢી માટે ઊર્જાની બચત કરી શકીએ છીએ. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..