મોરબી : મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજનાના ડેપ્યુટી કલેકટર નિવૃત થતા મોરબી,હળવદ,ટંકારા,વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં તેમને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજનાના ડેપ્યુટી કલેકટર ઝાલા નિવૃત્ત થતા મોરબી, હળવદ,ટંકારા,વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકો દ્વારા વાંકાનેર ખાતે તા.૩/૮ના રોજ મોમેન્ટ આપી સત્કારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ મહાદેવભાઈ ઊંટવાડિયા,મોરબી તાલુકા મધ્યાહન ભોજન યોજનાના પ્રમુખ બળવંતભાઈ સનારિયા,વાંકાનેર તાલુકા મધ્યાહન ભોજન યોજના કે.કે. ઝાલા,ભુતપૂર્વ પ્રમુખ કિશોરભાઈ ઝાલા,હળવદ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના પ્રમુખ દિનેશભાઈ,ટંકારા તાલુકા મધ્યાહન ભોજન યોજનાના પ્રદીપભાઈ તેમજ વાંકાનેર તાલુકા મામલતદાર તેમજ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સ્ટાફ હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન કોટકભાઈએ કરેલ અને આભારવિધિ કિશોરભાઈ ગૌસ્વામીએ કરેલ હતી.