મોરબી : આમરણ પંથકમાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે દાવલશાહ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. તળાવ પાણીથી છલકાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આમરણ પંથકમા અત્યાર સુધીમા કુલ 9 થી 12 ઇંચ સુધીનો વરસાદ થતાં લોકોમા ખુશી વ્યાપી છે. આ ઉપરાંત ઉપરવાસમા સારા વરસાદને કારણે આમરણ ખાતેનું જુનુ દાવલશાહ તળાવ છલોછલ ભરાયને ઓવરફલો થઈ જતા તેમજ ડેમી નદી વહેવા લાગતા તમામ ચેકડેમો ભરાય ગયા છે. જ્યારે બીજી બાજુ વરસાદના પાણી ભરાવાના કારણે કાદવ કીચડનું પણ સામ્રાજય જોવા મળી રહ્યું છે.