વાંકાનેર : વાંકાનેર તાલુકા ભાજપના આગેવાન જગદીશસિંહ ઝાલાએ પોતાના દીકરા દેવદીપસિંહ ઝાલાના જન્મદિવસે 61 દીકરીઓને સોનાના દાણાની ભેટ આપી હતી. ગઈકાલે તારીખ 29 જાન્યુઆરીના રોજ જગદીશસિંહ ઝાલાએ પોતાના દીકરાના જન્મદિવસે આ 61 દીકરીઓને સોનાના દાણાની ભેટ આપીને ભોજન કરાવીને જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી.